Skip to main content
Settings Settings for Dark

અટલ ઇનોવેશન મિશન અને નીતિ પંચે સ્વદેશી સંશોધન કાર્યક્રમ વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ શરૂ કર્યો

Live TV

X
  • અટલ ઇનોવેશન મિશન અને નીતિ પંચે આજે પ્રથમવાર સ્વદેશી સંશોધન કાર્યક્રમ વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. તે 22 ભાષાઓમાં છે અને સ્થાનિક સંશોધન સુધી પહોંચવા માટે સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવે છે. દેશની કોઈપણ ભાષા અને સંસ્કૃતિમાં શીખવાની તક તેમાં સાંકળી લીધી છે. અટલ ઈનોવેશન મિશનનો ઉદ્દેશ સ્થાનિક સંશોધકો માટે સમાન તક ઊભી કરવાનો છે. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ માટે જરૂરી ક્ષમતા ઊભી કરવા માટે, 22 અનુસૂચિત ભાષાઓમાંથી દરેકમાં ટાસ્ક ફોર્સ રચવામાં આવ્યું છે, જે તાલીમ આપશે. દરેક ટાસ્ક ફોર્સમાં સ્થાનિક ભાષાના શિક્ષકો, વિષય નિષ્ણાતો, તકનીકી લેખકો અને પ્રાદેશિક અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રોને જોડવામાં આવ્યાં છે. 

    નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમારે જણાવ્યું કે આ શરૂઆત સાથે નવીન પ્રયોગોને પાયાના સ્તર સુધી લઈ જવામાં આવશે. લોકો અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષામાં વિચારે છે ત્યારે વધુ સર્જનાત્મક હોય છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું કે ભારતની ભાષાઓની વિવિધતા એ અવરોધ નથી પણ એક તક છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ક્રાંતિકારી છે કારણ કે દેશની મોટી વસ્તી મુખ્યત્વે સ્થાનિક ભાષા બોલે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply