સંસદના શિયાળુ સત્રની આજે કરવામાં આવી સમાપ્તિ
Live TV
-
સંસદના શિયાળુ સત્રને આજે સમાપ્ત કરવામાં આવ્યું છે. બંને ગૃહોની કામગીરી છે. સંસદનું શિયાળુ સત્ર ગયા મહિનાની 29મી તારીખે શરૂ થયું હતું અને તે આવતીકાલે પૂર્ણ થવાનું હતું.
સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા બંનેમાં ખેડૂતોના મુદ્દાઓ, લખીમપુર ખેરીની ઘટના, ઉપલા ગૃહના 12 સાંસદોનું સસ્પેન્શન અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના વિરોધને કારણે સતત વિક્ષેપ જોવા મળ્યો હતો. લોકસભાની બેઠક આજે સવારે મળી ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે વિક્ષેપને કારણે સત્ર દરમિયાન ગૃહના લગભગ 19 કલાકનો સમય વેડફાયો હતો.
રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુએ સત્ર દરમિયાન ગૃહની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી અને જે રીતે સત્ર પસાર થયું તે અંગે સામૂહિક રીતે ચિંતન કરવા અને વ્યક્તિગત રીતે આત્મનિરીક્ષણ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ગૃહ તેની ક્ષમતાથી ઘણું ઓછું કામ કરે છે
