અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ આપી પુષ્પાંજલિ
Live TV
-
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. સુશાસન દિવસ તરીકે ઉજવાતી જયંતી પર અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તો સમગ્ર દેશના લોકો પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કરી નમન કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સદૈવ અટલ સ્મારક પર અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને તેમને નમન કર્યા હતા.
સદૈવ અટલ સ્મારક પર રાષ્ટ્રપતિએ પુષ્પાંજલી અર્પિત કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સદૈવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા અને પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદૈવ અટલ ખાતે પુષ્પાંજલી કરી અટલ બિહારી વાજપાઇને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા...તેમને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશ લખતાં કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપાઇને તેમની જન્મ જંયતી પર દેશના તમામ પરિવારો વતી મારા કોટી કોટી નમન....તેઓ જીવન પર્યન્ત રાષ્ટ્ર નિર્માણને ગતિ આપવા માટે પ્રયાસરત રહ્યા... મા ભારતી માટે તેમનું સમર્પણ અને સેવાભાવ અમૃતકાળમાં પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે...પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી પર એક વિડિયો પણ શેર કર્યો છે.