અડધી રાત્રે ખુલી સુપ્રિમ કોર્ટ, પણ કોંગ્રેસની ના ચાલી તિકડમબાજી
Live TV
-
કર્ણાટક ભાજપને મોટી રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની કોંગ્રેસની માંગણીને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
કર્ણાટક ભાજપને મોટી રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની કોંગ્રેસની માંગણીને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવ્યા હતાં. આ મામલે રાત્રે 1:45 વાગ્યે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી અને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર મંજુરીની મહોર મારી દીધી હતી. જોકે અદાલતે બંને રાજકીય પક્ષોને સમર્થક ધારાસભ્યોની યાદી આપવા કહ્યું છે. સાથે જ રાજ્યપાલને આપવામાં આવેલો સમર્થન પત્ર પણ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આવતી કાલે શુક્રવારે સવારે 10:30 વાગ્યે થશે.