કર્ણાટકઃ ભાજપની તાજપોશી, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી, કોંગ્રેસનો વિરોધ
Live TV
-
કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવાલે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા હતા
કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવાલે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા હતા
કોંગ્રેસ અને જેડીએસના લગભગ ડઝનભર લિંગાયત ધારાસભ્યો પોતાના સમુદાયથી આવતા મોટા ગજાના નેતા યેદિયુરપ્પા સાથે જઈ શકે છે. કોંગ્રેસ તરફથી અલ્પસંખ્યક સમુદાયનું કાર્ડ ચાલવા છતાં લિંગાયત સમુદાયે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ભાજપ તરફી જ મતદાન કર્યું હતું. કર્ણાટકમાં વોકલિંગા અને લિંગાયત સમુદાય વચ્ચે ત્યારથી દુશ્મનાવટ ચાલી આવે છે જ્યારે 2007માં ભાજપ સાથે કાર્યકાળની વહેંચણીના થયેલા જોડાણ બાદ મુખ્યમંત્રી પદ છોડવાનો ઈનકાર કરી દીધો હતો.
ભાજપ 222 બેઠકોમાંથી 104 પર જીત્યું છે. ભાજપે બહુમત સાબિત કરવા હજી 8 ધારાસભ્યોની જરૂર છે. તેવામાં પાર્ટી તરફથી વિરોધ પક્ષના જે ધારાસભ્યોને લોભાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમને વિશ્વાસ મત વખતે યેદિયુરપ્પા માટે મતદાન કરવાનું કહેવામાં આવી શકે છે.
ભાજપ એવો પણ તર્ક આપી રહી છે કે, લોકોએ કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કર્યું છે અને જેડીએસ ઘણા ઓછા અંતર સાથે ત્રીજા સ્થાને છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા બેઠકોનો ફાયદો થવા છતાંયે ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, તે સરકાર બનાવવાથી પાછળ નહીં હટે. ભાજપે એ પણ તર્ક રજુ કર્યો છે કે, 1996માં કેવી રીતે ગુજરાતની ભાજપ સરકારને હટાવવામાં આવી, શંકર સિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યાં પણ સરકાર ચલાવી ન શક્યા.