કેન્દ્રિય કેબિનેટની બેઠક વિશે વિગતે જાણો એક જ ક્લિક પર
Live TV
-
નવી દિલ્હી ખાતે આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠક બાદ વરિષ્ઠ મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદને સંબોધી હતી અને બેઠકમાં થયેલા કેટલાક નિર્ણય વિશે પત્રકારોને માહિતગાર કર્યા હતા
નવી દિલ્હી ખાતે આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠક બાદ વરિષ્ઠ મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદને સંબોધી હતી અને બેઠકમાં થયેલા કેટલાક નિર્ણય વિશે પત્રકારોને માહિતગાર કર્યા હતા. જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સંરક્ષણ સેક્ટરના સ્પેક્ટ્રમ નેટવર્ક માટે 11 હજાર 330 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત નાબાર્ડે 5 હજાર કરોડની ફાળવણી કરી છે, તો ઝારખંડના દેવઘરમાં એઈમ્સ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. રૂપિયા 1 હજાર 103 કરોડના ખર્ચે 750 બેડ ધરાવતા ,એઈમ્સની સ્થાપના થશે. જેમાં ટ્રોમા સેન્ટર સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાશે.