બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો, 104 ધારાસભ્યોનું સમર્થન
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કર્ણાટકના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
કર્ણાટકની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ આવ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દળની બેઠક મળી હતી. આ બેઠકમાં બીએસ યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં હતા. નેતા તરીકે ચૂંટાયા બાદ યેદિયુરપ્પા અને જાવડેકર રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. તો યેદિયુરપ્પાએ કહ્યું કે, હું આવતીકાલે શપથ લેવાનો છું.
ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દળના નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. આ સાથે 104 ધારાસભ્યોના સમર્થનનો પત્ર પણ સોંપ્યો છે. મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, રાજ્યપાલ અમને જ્યારે આમંત્રણ આપશે ત્યારે હું તમને જણાવીશ.