અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવશે
Live TV
-
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવશે. નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નેવલ હેરિટેજ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતા સાથે બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજનું નામ ઓડિશાના પૂર્વ ઘાટમાં આવેલ પર્વત શિખર મહેન્દ્રગિરી પરથી રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17 A હેઠળ ભારતીય નૌકાદળનું આ 7મું સ્ટીલ્થ યુદ્ધ જહાજ છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેમના પત્ની ડૉ. સુદેશ ધનખડ યુદ્ધ જહાજ મહેન્દ્રહગીરીનો શુભારંભ કરશે. ઉપરાષ્ટ્રપતિ મઝા-ગોન ડોક શિપ-બિલ્ડર્સ લિમિટેડના મ્યુઝિયમ હેરિટેજની પણ મુલાકાત લેશે.
