રાષ્ટ્રપતિની છત્તીસગઢની મુલાકાતનો આજે બીજો દિવસ, ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં લેશે ભાગ
Live TV
-
રાયપુરમાં રાજભવન ખાતે રાજ્યના ખાસ પછાત આદિવાસી જૂથોના સભ્યો સાથે પણ વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની છત્તીસગઢની મુલાકાતનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ આજે બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે. રાયપુરમાં રાજભવન ખાતે રાજ્યના ખાસ પછાત આદિવાસી જૂથોના સભ્યો સાથે પણ વાતચીત કરશે. આ પછી તેઓ પૂજા-અર્ચના કરવા માટે વિલાસપુર જિલ્લામાં સ્થિત રત્નપુરમાં માં મહામાયા મંદિર પહોંચશે. અગાઉ ગઈકાલે રાષ્ટ્રપતિએ 'રાજ્યમાં સકારાત્મક પરિવર્તનનું વર્ષ' થીમ પર આધારિત રાજ્ય કક્ષાનો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે છત્તીસગઢના ગવર્નર વિશ્વભૂષણ હરીચંદન અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ઉપસ્થિત હતા. બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આપણે થોડો સમય ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવું જોઈએ અને આપણા લોકો સાથે સમય પસાર કરવો જોઈએ. જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
