ચાલુ નાણાંકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદરમાં વધારો, 7.8 ટકા રહ્યો આર્થિક વૃદ્ધિદર
Live TV
-
ગત નાણાંકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન GDP 6.1 ટકા રહ્યો હતો.
ભારતના આર્થિક જગતમાંથી સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. ચાલુ નાણાંકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદરમાં વધારો થયો છે. ગત નાણાંકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન GDP 6.1 ટકા રહ્યો હતો. જે ચાલુ વર્ષના પહેલા સમયગાળામાં 7.8 ટકા રહ્યો છે, GDPમાં કૃષિક્ષેત્રનું 3.5 ટકા યોગદાન રહ્યું છે. સત્તાવાર અહેવાલ અનુસાર માળખાગત સુવિધાના અલગ અલગ આઠ સેક્ટરમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. જે પ્રોત્સાહક વધારો દર્શાવે છે. આ વધારાના આંકડા દેશની મજબૂત થતી આર્થિક વ્યવસ્થાને દર્શાવે છે.
