Skip to main content
Settings Settings for Dark

અત્યાર સુધીમાં દેશના 1489 લોકો કોરોનાથી થયા સ્વસ્થ, રિકવરીની ટકાવારી 12% : સ્વાસ્થ્ય મંત્રાલય

Live TV

X
  • દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિની માહિતી આપવા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્સફરન્સ કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 12 હજાર 380 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 

     

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લુવ અગ્રવાલે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં દેશના 1489 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 37 લોકોનાં મોત નીપજ્યાં છે. તે સાથે દેશમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 414એ પહોચ્યો છે સારવાર બાદ 183 દર્દીઓ સ્વસ્થ થયા છે. 24 કલાકમાં, 941 નવા કોરોના દર્દીઓના કેસ સામે આવ્યા છે. લવ અગ્રવાલે કહ્યું કે 325 જિલ્લા એવા છે કે જ્યાં કોરોનાનો કોઈ કેસ નથી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં રિકવરીની ટકાવારી 12 છે. વધુમાં, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લુવ અગ્રવાલે જણાવ્યુ કે, બધા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આરોગ્ય સેવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેથી કોઈ મુશ્કેલી ન થાય.

    આઈસીએમઆરના વૈજ્ઞાનિક રમન ગંગાખેડકરે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2 લાખ 90 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બુધવારે 30,043 ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 26,331 પરીક્ષણો આઇસીએમઆર લેબમાં અને 3,712 પરીક્ષણો ખાનગી લેબમાં થયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply