અધવચ્ચે રોકવામાં આવી અમરનાથ યાત્રા, પર્યટકોને પણ કાશ્મીર ખાલી કરવાનું કહેવામાં આવ્યું
Live TV
-
અમરનાથ યાત્રીકોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાની યાત્રા તાત્કાલિક પૂરી કરી અને ઝડપથી ઘાટી છોડીને સુરક્ષિત જગ્યાએ પરત પહોંચી જાય.
જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રીમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. સંભવિત ખતરા અને આતંકી હુમલાને જોતા રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરીને યાત્રા પર હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે અને યાત્રીકોને પરત જવાની સૂચના આપવામાં આવી છે. હકીકતમાં સુરક્ષા દળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્ન્રાઇપર રાઇફલ મળી છે, ત્યારબાદ યાત્રા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જમ્મૂ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી સુરક્ષા એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઇનપુટ મળ્યા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના ઈરાદાથી યાત્રીકો અને પર્યટકોની સુરક્ષાને જોતા ઘાટીમાં તત્કાલ પ્રભાવથી તમામ પ્રકારની યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમરનાથ યાત્રીકોને સલાહ આપવામાં આવી છે કે તે પોતાની યાત્રા તાત્કાલિક પૂરી કરી અને ઝડપથી ઘાટી છોડીને સુરક્ષિત જગ્યાએ પરત પહોંચી જાય.
