યુએપીએ બિલ રાજ્યસભામાંથી પસાર
Live TV
-
આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે મોદી સરકાર સુધારણા યુએપીએ બિલ લઈને આવી છે. શુક્રવારે ચર્ચા પછી આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે.
આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે મોદી સરકાર સુધારણા યુએપીએ બિલ લઈને આવી છે. શુક્રવારે ચર્ચા પછી આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષી ધારાસભ્યોએ સુધારણાનો વિરોધ કર્યો હતો. નવા બિલમાં સરકારે ગેર કાયદેસર ગતિવિધિઓમાં સામેલ વ્યક્તિ વિશેષને આતંકી જાહેર કરવાની જોગવાઈનો સમાવેશ કર્યો છે. વ્યક્તિ વિશેષને આતંકી જાહેર કરવાની જોગવાઈમાં કોંગ્રેસ અને વિપક્ષી દળ વિરોધમાં હતા. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે ગૃહમાં કહ્યું હતું કે, આતંકવાદ કોઈ એક દેશની સમસ્યા નથી. આતંકવાદ સામે લડવા માટે એક મજબુત એજન્સીની જરૂર છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદને ખતમ કરવાનો છે. તેથી તમામ સાંસદોએ આ મામલે સાથે આવવું જોઈએ.
