Skip to main content
Settings Settings for Dark

અનાજ, ફળ તથા શાકભાજીના પરિવહન માટે કિસાન રથ મોબાઇલ એપ કરાઇ શરૂ

Live TV

X
  • દેશના ખેડુતો, ખેડૂત ઉત્પાદક મંડળો અને સહકારી મંડળીઓની કૃષિ પેદાશોને બજારમાં પહોંચાડવામાં યોગ્ય પરિવહન સુવિધા મળી રહે તે માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે અનાજ, ફળો અને શાકભાજીના પરિવહન માટે કિસાન રથ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી હતી. આ એપ એનઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન કૃષિ ગતિવિધિઓ ચાલુ રહેવી જોઇએ. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશો પર કૃષિ ક્ષેત્રને છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કિસાન રથ એપ્લિકેશન દેશમાં ખેડુતો, ખેડૂત ઉત્પાદક મંડળીઓ અને સહકારી મંડળો માટે સુવિધારૂપ સાબિત થશે, જેથી કૃષિ પેદાશોને બજારમાં લઈ જવા યોગ્ય પરિવહન સુવિધા મળે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply