કોરોના વાયરસની સ્થિતિને પહોંચી વળવા અંગેના પ્રયાસોની કેન્દ્રીય મંત્રીમંડળે કરી સમીક્ષા
Live TV
-
કેન્દ્રીય મંત્રી મંડળે શુક્રવારે કોવિડ-19ના પ્રબંધન માટે વર્તમાન સ્થિતિ અને કાર્યવાહીની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મંત્રીઓનાં જૂથની બેઠક યોજાઇ હતી. કોવિડ -19 રોગચાળાને રોકવા માટે અત્યાર સુધીની કાર્યવાહી, સામાજિક અંતર જાળવવાનાં પગલાંની વર્તમાન સ્થિતિ અને કેન્દ્ર અને રાજ્યો દ્વારા લેવામાં આવેલા કડક પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન એવી સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લામાં કોરોનાને મ્હાચ આપવા માટે આપાત યોજના તૈયાર કરવામાં આવે અને તેને સુદ્રઢ બનાવવામાં આવે, કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને, ચિકિત્સા સંસ્થાઓ વ્યક્તિગત સુરક્ષા કિટ-પીપીઇ, વેન્ટિલેટર તથા અન્ય જરૂરી ઉપકરણો લેસ કરવા સહિતની રાજ્યોની ક્ષમતા વધારવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
