અપમાનજનક ટીપ્પણી સબંધમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ દિલગીરી વ્યકત કરી
Live TV
-
રાહુલ ગાંધીએ તેમણે કરેલી અપમાનજનક ટીપ્પણી કોર્ટના ચુકાદાના ભાગરૂપે હોવાનું કહ્યું હતું તેના સામે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ સુપ્રિમમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી ચોકીદાર ચોર હૈ જેવી અપમાનજનક ટીપ્પણી સબંધમાં થયેલ કોર્ટના તિરસ્કારની અરજી કેસમાં કોર્ટની માફી માગી છે. રાહુલ ગાંધીએ તેમણે કરેલી અપમાનજનક ટીપ્પણી કોર્ટના ચુકાદાના ભાગરૂપે હોવાનું કહ્યું હતું તેના સામે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ સુપ્રિમમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ દિલગીરી વ્યકત કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈએ નારાજગી જાહેર કરતા રાહુલ ગાંધીએ હવે માફી માગી છે. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંધવીએ નવું સોંગદનાનું રજુ કરવા સમય માગતા હવે પછીની સુનાવણી 6 મેના રોજ થશે.
