અમદાવાદ ખાતે આયુષ મંત્રાલય દ્વારા કરાયું ક્ષેત્રીય આયુર્વેદિય સંશોધન કેન્દ્રનું ઉદ્દઘાટન..
Live TV
-
આયુષ મંત્રાલય દ્વારા અમદાવાદ ખાતે ક્ષેત્રીય આયુર્વેદિય સંશોધન કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાનાં કેન્દ્રિય પ્રધાન શ્રીમદ એસો નાયક ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગોમાં કામ કરતાં મજુરોને ચામડીનાં રોગોની સમસ્યાઓ થતી હોય છે, ત્યારે આયુર્વેદિય સંશોધન કેન્દ્ર ખુબ ફાયદાકારક થશે. કારણ કે ચામડીનાં રોગો પર વિશેષ સંશોધન કરીને દવાઓ શોધવામાં આવશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આયુષ મંત્રાલય બન્યાં બાદ દેશમાં 30 જગ્યાએ અલગ-અલગ સંશોધન કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. લદાખ તેમજ નોર્થ ઇસ્ટમાં હોમીયોપેથી, આયુર્વેદિક અને ફોકલોડ જેવા ઉપચાર માટે કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. દેશમાં આવનારા સમયમાં આયુર્વેદને ખુબ જરૂર પડવાની છે, તેને ધ્યાને રાખીને આયુષ મંત્રાલયે ગુજરાત સરકાર પાસે હોસ્પિટલ ખોલવા માટે જગ્યાની માંગ કરી છે. હાલના ધોરણે અમદાવાદમાં ઓપીડી, લેબોરેટરી , જીમ, લાયબ્રેરી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.