કેનરા બેન્કમાં 515.50 કરોડના છેતરપીંડીના મામલે બીજી FIR નોંધતી CBI
Live TV
-
આજે CBI એ 515.50 કરોડના છેતરપીંડીના મામલે કેનરા બેન્કના સર્કલ ઓફિસ - 21 કોલકતાની ફરિયાદના આધારે એક બીજી FIR નોંધી હતી. કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં શિવાજી પંજા, કોસ્તુ રાય, વિનય બાફના, દેવનાથ પાલ સામે FIR નોંધાઇ છે. આ દરેક વ્યક્તિ ઇન્ફોસીસ લીમીટેડ કોલકતામાં કામ કરતા હતા. આ સાથે બેન્કના અગિયાર અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે સુભીક્ષા ફાઉન્ડરના સુબ્રમણ્યમની ઇડીએ ધરપકડ કરી છે.બેન્ક સાથે 750 કરોડની છેતરપીંડી મામલે ઇડીએ ધરપકડ કરી. તેમની કંપની દ્વારા 13 બેન્કો પાસેથી લોન લેવામાં આવી હતી જે પરત ન કરતા ધરપકડ કરાઇ છે.