માનવતસ્કરી વિરોધી બીલને સંસદમાં રજુ કરવા મળી મંજુરી
Live TV
-
કેન્દ્રિયમંત્રી મંડળની થયેલી બેઠકમાં માનવતસ્કરી વિરોધી બીલને સંસદમાં રજુ કરવાની મંજુરી આપવામાં આવી હતી. આ નવા કાયદા હેઠળ કાયદાનો ભંગ કરનારને 7 થી 10 વર્ષની કારાવાસની સજાની જોગવાઇ કરાઇ છે. કેન્દ્રિયમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે કેબીનેટ હવે 12 ચેમ્પિયન સેક્ટરની ઓળખ માટે એક નવી પોલીસી લાવશે. આ બધા સેક્ટરને પાંચ હજાર કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. કેન્દ્રિમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે દેશના જીડીપી વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન સતત વધી રહ્યું છે. અને આવનાર સમયમાં તેમાં હજુ વધારો થશે.