પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ભાજપની મહત્વની બેઠક યોજાઇ
Live TV
-
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આધ્યક્ષતામાં ભાજપાની એક મહત્વની બેઠક યોજાઇ હતી. ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી ફ્લેગશીપ યોજનાઓનું તાત્કાલિક અમલીકરણ કરવા માટે તાકીદ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપા અધ્યક્ષ અમિત શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ તમામ કાર્યકરોને કમર કરવા તથા જન-જનનો લોક સંપર્ક યોજવા માટે આહવાન કર્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા પણ થઇ હતી. તેમજ ખેડૂતોના સમર્થન મૂલ્ય વધારવા ગ્રામીણ વિદ્યુતિકરણ સો સૌથી અવિકસિત જિલ્લાને મજબૂત કરવા દલિતો જનજાતિ સમુદાય તેમજ રાજ્યોના 10 કરોડ ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય ઉપલબ્ધ કરાવવા 2022 સુધી આવાસ યોજના હેઠળ દરેક પરિવારને આવાસ આપવા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.