કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં માનવતસ્કરી વિરોધી બીલને મંજૂરી
Live TV
-
ટ્રાફિકીંગ ઓફ પર્સન્સ પ્રિવેન્શન પ્રોટેક્શન એન્ડ રિહેબીલી ટેશન બિલ 2018 નામના નવા કાયદા હેઠળ કાયદાનો ભંગ કરનારને 7 થી 10 વર્ષની કારાવાસની સજાની જોગવાઇ કરાઇ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રિયમંત્રી મંડળની થયેલી બેઠકમાં માનવતસ્કરી વિરોધી બીલને સંસદમાં રજુ કરવાની મંજુરી આપવામાં આવી હતી. ટ્રાફિકીંગ ઓફ પર્સન્સ પ્રિવેન્શન પ્રોટેક્શન એન્ડ રિહેબીલી ટેશન બિલ 2018 નામના નવા કાયદા હેઠળ કાયદાનો ભંગ કરનારને 7 થી 10 વર્ષની કારાવાસની સજાની જોગવાઇ કરાઇ છે. નવા કાયદા અનુસાર માનવ તસ્કરી અંગેની બાબતોમાં હવે એનઆઇએ દ્વારા જ સંભાળવામાં આવશે. સાથે જ નવા કાયદા મુજબ પીડીતના પુર્નવાસ માટે પણ પગલા લેવાશે. કેન્દ્રીય મંત્રી મંડળની મળેલી બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સેવા ક્ષેત્રમાં વધુ સુધારાઓને પ્રોત્સાહન આપવા માટે બાર ચેમ્પિયન સેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૂચના, ટેકનોલોજી, પર્યટન તથા મેડિકલ, વેલ્યુ ટ્રાવેલ, ઓડિયો વિઝ્યુઅલ સેવાઓ, પર્યાવરણ તથા નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. સાથે જ સરકારે કઠોળ તથ તેલિબિયાની ખરીદી માટે લીધેલી લોન ચૂકવવાની મર્યાદામાં બે ગણો વધારો કર્યો છે. ખેડૂતો વધુમાં વધુ કઠોળ તથા તેલીબીય રોપે તથા તેમને તેનું યોગ્ય વળતર મળે તે અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમને વધુ ત્રણ વર્ષ માટે વધારવાની પણ મંજૂરી આપી છે.