Skip to main content
Settings Settings for Dark

અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન 1 એપ્રિલથી થશે શરુ

Live TV

X
  • દર વર્ષે યોજાતી અમરનાથ પવિત્ર ગુફાની યાત્રાના આ વર્ષ માટેનું રજિસ્ટ્રેશન આગામી ગુરુવાર એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે. લગભગ 56 દિવસ સુધી ચાલતી આ અમરનાથ યાત્રા જમ્મુ કાશ્મીરના પહલગામ અને બાલતાલ માર્ગોથી જૂન મહિનાની અઠ્ઠાવીસથી શરૂ થશે અને ઓગ્સ્ટ મહિનાની 22 તારીખે સમાપ્ત થશે.
    શ્રી અમરનાથ દેવસ્થાન બોર્ડના પ્રમુખ કાર્યકારી અધિકારી નિતીશ્વર કુમારે આ વિષે જણાવ્યું હતું કે, યાત્રા માટેનું રજિસ્ટ્રેશન દેશભરની પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક અને યશ બેન્કની 446 શાખાઓમાં કરી શકાશે. રજીસ્ટ્રેશન કરવા માંગતા લોકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, અરજીપત્ર સહિત સરનામા સાથે બેન્ક શાખાઓની પણ વિસ્તૃત જાણકારી રાજ્યવાર માહિતી બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે.
    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, યાત્રા દરમિયાન જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો અને કાર્યવાહી અંગેની પણ તમામ જાણકારી બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply