અમરનાથ યાત્રાનો આજથી આરંભ, 4,603 શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો થયો રવાના
Live TV
-
શ્રી અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. પુરુષો, મહિલાઓ અને સાધુઓ સહિત કુલ 4 હજાર 603 શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો આજે બાબા બર્ફાનીના દર્શન કરશે.
આજ સવારે બંન્ને રૂટોથી પવિત્ર ગુફા માટે પહેલગામ અને બાલટાલાથી તિર્થયાત્રીઓએ પ્રસ્થાન કર્યું.
બાબા બર્ફાનીના દર્શન કરવા દેશભરમાંથી આવેલ શીવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત સાથે ડ્રોન અને સી.સી. ટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ અમરનાથ યાત્રા 2 મહિના સુધી ચાલશે.
