Skip to main content
Settings Settings for Dark

અમરનાથ યાત્રા 2024: ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રિકોની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી

Live TV

X
  • અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આવતીકાલથી બાબા બર્ફાનીના દર્શનની અમરનાથ યાત્રાની શરૂઆત થશે. ત્યારે સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણો ચકાસવામાં આવ્યા હતા.

    થોડા સમય પહેલા યાત્રાળુંઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે સઘન સુરક્ષા બનાવવામાં આવી છે. કોઈ ચૂક ન થાય તે માટે માર્ગો ઉપર ડ્રોન કેમેરા તથા 365 ડિગ્રી એન્ગલથી વોચ રાખતા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર 500 મીટર તેમજ દર 1 કિલોમીટરના અંતરે પોલીસ ચોકીઓ રાખવામાં આવી છે. જ્યાં 24 કલાક પોલીસ તૈનાત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply