Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકના હાવેરીમાં ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ

Live TV

X
  • કર્ણાટકમાં માર્ગ અકસ્માત, બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ

    ટેમ્પો અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાઈ દુર્ઘટના

    કર્ણાટકના હાવેરી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ અકસ્માત પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે અકસ્માતગ્રસ્ત બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જતી મીની બસ બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસિંગ પર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. તમામ પીડિતો શિવમોગ્ગાના છે. બધા બેલગવી જિલ્લાના સાવદત્તીથી દેવી યલ્લમ્માના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply