અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર, આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર થશે
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર સરકાર, અસમ સરકાર અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ ઉલ્ફાના વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર થશે. આનો ઉદ્દેશ્ય પૂર્વોત્તર ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત કરવાનો છે.
]આ તકે અસમના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્મા અને ઉલ્ફાના અરવિંદ રાજખોવા નીત વાર્તા સમર્થક જૂથના અનેક આગેવાનો હાજર રહેશે. આ સમજૂતીમાં અસમ સાથે સંકળાયેલ લાંબા સમયથી બાકી રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. આ સિવાય સમજૂતી હેઠળ સ્થાનિક લોકોને સાંસ્કૃતિક સુરક્ષા અને જમીન અધિકારો પણ અપાશે.
પ્રતિનિધિમંડળમાં ઉલ્ફાના 16 સભ્યો અને નાગરિક સમાજના 14 લોકો સામેલ છે. અગાઉ, કેન્દ્રએ એપ્રિલમાં પ્રો-ટોક જૂથને પ્રસ્તાવિત કરારનો ડ્રાફ્ટ મોકલ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં નવી દિલ્હીમાં જૂથ સાથે ચર્ચાનો બીજો રાઉન્ડ યોજાયો હતો.