જિયો ઇન્ટેલિજન્સ ભેગી કરવા માટે ભારત આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઇટ લોન્ચ કરશે
Live TV
-
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જિયો ઈન્ટેલિજન્સ એકત્ર કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે દ્વારા આયોજિત વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઇવેન્ટ ટેકફેસ્ટ'માં બોલતા, ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગઇકાલે જણાવ્યું હતું કે, આમાં સૈનિકોની હિલચાલને ટ્રેક કરવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના સ્તરનું નિર્માણ શામેલ હશે.
એસ સોમનાથે કહ્યું કે, એક મજબૂત રાષ્ટ્ર બનવાની ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે, તેના સેટેલાઇટ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને તે આજે આપણી પાસે છે તેના કરતાં દસ ગણું હોવું જોઈએ. ફેરફારોને શોધવા માટે ઉપગ્રહોની ક્ષમતામાં સુધારો કરવો, ડેટાનું વિશ્લેષણ કરવા માટે AI-સંબંધિત અને ડેટા-આધારિત અભિગમને વધુ લાવવા, ડેટા ડાઉનલોડ ઘટાડવા અને માત્ર જરૂરી માહિતી મેળવવા માટે મહત્વપૂર્ણ છે.
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે જો ભારત આ સ્તરે સેટેલાઇટ લોન્ચ કરી શકે છે તો દેશ સામેના ખતરાઓને વધુ સારી રીતે ઘટાડી શકાય છે.