પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોના ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આજે સમાપન
Live TV
-
નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન થશે. આ વર્ષે પરિષદનો મુખ્ય હેતુ ઈઝ ઓફ લિવિંગ પર છે. આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત 200થી વધુ લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.
કલ્યાણકારી યોજનાઓની સરળ ઉપલબ્ધતા અને સેવા વિતરણની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ આ પરિષદમાં જમીન અને મિલકત, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શાળા શિક્ષણ જેવા પાંચ વિષયો પર ચર્ચા કરાઈ રહી છે.
આ વિષયો ઉપરાંત, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પરિપ્રેક્ષ્ય અને ઉભરતા પડકારો પર વિશેષ સત્રો આયોજિત કરાયા છે. આ સિવાય વ્યસન મુક્તિ અને રાજ્યોની ભૂમિકા અને બ્રાન્ડિંગ પર પણ ચર્ચા કરાઈ રહી છે.
મહત્વનું છે કે, આ પરિષદની પહેલી સંસ્કરણ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાઈ હતી. સહકારી સંઘવાદના સિદ્ધાંતને અમલમાં મૂકવાના વડા પ્રધાનના વિઝનથી પ્રેરિત, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને ભાગીદારીને પ્રોત્સાહિત કરવા મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.