પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યાની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યાની મુલાકાત લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી પુનઃવિકસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ સ્ટેશનનું નામ અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રને અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓને સમર્પિત કરવાના છે.
બપોરે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન રૂ. 15,700 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ્સ સંબંધિત આશરે રૂ. 4,600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.