અમિત શાહે મધ્ય પ્રદેશમાં કર્યો ચૂંટણી પ્રચાર, 2 સ્થળે જનસભા ગજવી
Live TV
-
મધ્ય પ્રદેશમાં પ્રથમ તબક્કાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે બે ચૂંટણી સભા ગજવી હતી. મંડાલામાં જનસભા દરમિયાન તેમણે ઇન્ડિ ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન કહીને વાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ગંઠબધન તેના પરિવારને જ આગળ વધારવાનું રાજકારણ કરે છે, જ્યારે ભાજપ અને મોદી સરકારે પછાત, ગરીબ, આદિવાસીઓ માટે નક્કર કામ કર્યું છે.
મંડાલામાં સભા સંબોધ્યા બાદ અમિત શાહે કટનીમાં પણ એક જનસભા સંબોધી હતી. ત્યાં તેમણે ભાજપ સરકારમાં દસ વર્ષમાં થયેલ કામ લોકો સમક્ષ મૂક્યા હતા. તો સાથે કોંગ્રેસ સરકાર પર આતંકવાદ મુદ્દે પ્રહાર કર્યા હતા.
