Skip to main content
Settings Settings for Dark

અમૃતસરમાં જી20ના એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની બીજી ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે

Live TV

X
  • ત્રણ દિવસીય બેઠકમાં શિક્ષણમાં અનુસંધાન અને નવાચારને પ્રોત્સાહન આપવા પર મંથન થશે

    અમૃતસરમાં જી20ના એજ્યુકેશન વર્કિંગ ગ્રુપની બીજી ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે. જેમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુ, ભારતીય પ્રબંધન સંસ્થાન અમૃતસર અને ટાટા સમાજ વિજ્ઞાન સંસ્થાન મુંબઈ જેવી પ્રમુખ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સહયોગથી અનુસંધાનને મજબૂત કરવા અને સમૃદ્ધ સહયોગના માધ્યમથી નવાચારને પ્રોત્સાહન આપવા પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. સંગોષ્ઠીને IIT રોપડ દ્વારા ખાલસા કોલેજમાં આયોજીત કરવામાં આવી રહી છે. તેમજ "જી20 દેશોમાં અનુસંધાન પહેલ" પર પણ એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. જેમાં જી20 સભ્યો અને સંગોષ્ઠીમાં આમંત્રિત દેશોના સૂચનો પણ લેવામાં આવશે. ઉપરાંત પ્રદર્શનમાં 90થી વધુ સ્ટોલ્સ સાથે એક Cલ્ટીમીડિયા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનને સંયુક્ત આરબ અમીરાત, ચીન અને સાઉદી અરબ NCERT, નેશનલ બુક ટ્રસ્ટ અને અનેક સ્ટાર્ટઅપ્સની પ્રમુખ ભાગીદારી સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન 16થી 17મી માર્ચ 2023 સુધી સ્થાનિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને શોધકર્તાઓ માટે પણ ખૂલ્લું રહેશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply