અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 1,309 રેલવે સ્ટેશનોની વિકાસ માટેની ઘોષણા
Live TV
-
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ માટે કુલ 1,309 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું હતું કે, આવા 560 થી વધુ પસંદ કરેલા સ્ટેશનો પર કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મંત્રાલય અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરી અને રેલ કનેક્ટિવિટી માટે ટ્રાફિક પ્લાન અને માસ્ટર પ્લાન પર કામ કરી રહ્યું છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ-એન.ડી.એ. સરકારે દેશમાં નવા રેલ્વે ટ્રેક બિછાવવામાં વધારો કર્યો છે અને છેલ્લા સાડા નવ વર્ષમાં 25 હજાર કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન N.D.A. સરકાર દરરોજ 14 કિલોમીટર રેલવે ટ્રેક પાથરે છે.