Skip to main content
Settings Settings for Dark

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું

Live TV

X
  • સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 આજે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-સીજીએસટી બિલ-2017ની જોગવાઈઓમાં સુધારો કરવા માંગે છે. આનાથી કેન્દ્ર સરકારને એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાનો અધિકાર મળશે.

    સંશોધન બિલ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બિલ મદ્રાસ હાઈકોર્ટના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ-2017ના બે લેખોને નાબૂદ કરવાના આદેશને પગલે રજૂ કરવામાં આવ્યું છે. GST એપેલેટ ટ્રિબ્યુનલ્સને વર્ષ 2019માં સૂચિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે, અધિકારી સભ્યોની સેવાના નિયમો અને શરતોના માનકીકરણનું કામ ચાલી રહ્યું છે.

    બીજુ જનતા દળ - બીજેડીના સાંસદ ડૉ. અમર પટનાયકે ગૃહમાં ચર્ચાની શરૂઆત કરી હતી. આ ટ્રિબ્યુનલમાં એક અધ્યક્ષ, એક ન્યાયિક સભ્ય અને બે ટેકનિકલ સભ્યો હશે. બિલમાં ટ્રિબ્યુનલના અધ્યક્ષની વય મર્યાદા 67 થી વધારીને 70 વર્ષ અને સભ્યોની વય મર્યાદા 65 થી વધારીને 67 વર્ષ કરવાની જોગવાઈ છે. વિધેયક ન્યાયિક સભ્યો તરીકે નિમણૂક કરવા માટે વકીલોને ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત બનાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply