અમેરિકા-ઈરાન તણાવની અસર: ભારતીય શેરબજારમાં કડાકો
Live TV
-
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા, જેની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે.
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો હતો.
બજારની સ્થિતિ:
BSE સેન્સેક્સ: 516.33 પોઈન્ટ (0.66%) ના ઘટાડા સાથે 77,328.19 પર બંધ રહ્યો.
NSE નિફ્ટી: 150.50 પોઈન્ટ (0.62%) ઘટીને 24,176.15 ની સપાટીએ પહોંચ્યો.
શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં બેન્કિંગ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.06% અને ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.52% ઘટ્યા હતા. બીજી તરફ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1.21% નો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય હેલ્થકેર અને એફએમસીજી સેક્ટર પણ સામાન્ય સુધારા સાથે બંધ થયા હતા.નિફ્ટી-50 પેકમાં SBI ના શેરમાં સૌથી વધુ 6.7% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને બજાજ ફાઈનાન્સના શેર પણ નબળા રહ્યા હતા. જ્યારે ટાઇટન, એપોલો હોસ્પિટલ, એશિયન પેન્ટ્સ અને ઇન્ફોસિસ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા.બજારમાં જોવા મળેલા આ ઘટાડાને કારણે BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 475 લાખ કરોડથી ઘટીને 473 લાખ કરોડ થયું હતું, જેના પરિણામે રોકાણકારોએ એક જ દિવસમાં આશરે ₹2 લાખ કરોડ ગુમાવ્યા છે.
