Skip to main content
Settings Settings for Dark

ભારતીય બાંધકામ સાધનો ઉદ્યોગે નવો વિક્રમ સર્જ્યો: નિકાસમાં 31.5% નો શાનદાર ઉછાળો

Live TV

X
  • નાણાકીય વર્ષ 2026 માં ભારતનો બાંધકામ સાધનો ઉદ્યોગ મજબૂત રહ્યો છે. ઘરેલું વેચાણમાં સાધારણ ઘટાડો નોંધાયો હોવા છતાં, નિકાસમાં 31.5 ટકાનો જોરદાર વધારો નોંધાયો છે.

    શુક્રવારે જાહેર થયેલા 'ઈન્ડિયન કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન' (ICEMA) ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.

    અહેવાલ મુજબ, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બાંધકામ સાધનોનું બજાર છે. નાણાકીય વર્ષ 2025 માં આ ક્ષેત્રનું અંદાજિત મૂલ્ય 10 અબજ ડોલર હતું, જે 2030 સુધીમાં 8.3 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે વધીને 14.76 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. જોકે, આ વર્ષ દરમિયાન કુલ ઉપકરણોનું વેચાણ આશરે 2 ટકા ઘટીને 1,36,995 યુનિટ રહ્યું હતું.ICEMA ના પ્રમુખ અને જેસીબી ઈન્ડિયાના સીઈઓ દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે, ઘરેલું માંગમાં થયેલો ઘટાડો કોઈ માળખાગત નબળાઈ નથી, પરંતુ જમીની સ્તરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં થયેલા વિલંબને આભારી છે. જમીન સંપાદનના પડકારો, પ્રોજેક્ટ ફાળવણીમાં વિલંબ અને જલ જીવન મિશન જેવા કાર્યક્રમો માટે ફંડ વિતરણમાં થયેલા ઘટાડાથી ઘરેલું માંગને અસર થઈ છે. આ ઉપરાંત, નવા ઉત્સર્જનના ધોરણો (CEV Stage V) લાગુ થવાથી સાધનોની કિંમતમાં પણ વધારો થયો છે.નિકાસમાં થયેલો નોંધપાત્ર વધારો દર્શાવે છે કે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહ્યા છે. ICEMA ના ઉપપ્રમુખ શલભ ચતુર્વેદીએ ઉમેર્યું હતું કે, ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસગાથા મજબૂત છે. જો પ્રોજેક્ટ્સનું અમલીકરણ ઝડપી બને અને કોન્ટ્રાક્ટરોને સમયસર ચુકવણી કરવામાં આવે, તો આ ક્ષેત્ર ફરીથી વેગ પકડશે. રોડ, રેલવે, માઇનિંગ અને હાઉસિંગ સેક્ટરમાં થઈ રહેલું રોકાણ આવનારા વર્ષોમાં ઉદ્યોગની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply