અમેરિકા સાથે વેપાર સમજૂતિ માટે ભારત તૈયાર - પિયુષ ગોયલ
Live TV
-
ગોયેલે કહ્યું હતું કે તે અને અમેરીકાના વ્યાપાર પ્રતિનિધી રોબર્ટ લાઇથાઇઝરે શરૂઆતી વેપાર સમજુતી સબંધી લગભગ તમામ મુદાને ઉકેલી લીધા છે
વાણીજય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયેલે ગઇકાલે કહ્યું કે અમેરીકા સાથે શરૂઆતી વેપાર સમજુતી કરવા માટે ભારત તૈયાર છે. તેમણે કહ્યું કે સમજુતીના સમય અંગે નિર્ણય અમેરીકાના વાણીજયમંત્રી ઉપર છોડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સમજુતી માટે અમેરીકા સાથે સતત વાતચીત કરી રહ્યું છે. ગોયેલે કહ્યું હતું કે તે અને અમેરીકાના વ્યાપાર પ્રતિનિધી રોબર્ટ લાઇથાઇઝરે શરૂઆતી વેપાર સમજુતી સબંધી લગભગ તમામ મુદાને ઉકેલી લીધા છે. તેમણે કહ્યું કે મારી હાલમાં વેપાર પ્રતિનિધી લાઇથાઇઝર સાથે વાતચીત થઇ છે. અને અમે બન્ને એ વાત ઉપર સંમત છીએ કે અમે અમેરીકાની ચૂટણી પહેલા કે તેના તુરન્ત બાદ સમજૂતી કરી શકીએ છીએ. મંત્રીએ કહ્યું હતું કે પુરૂ પેકેજ તૈયાર છે. અને જો અમેરીકામાં સ્થાનીક રાજનીતીક સ્થીતિ પરવાનગી આપે તો કોઇપણ સમયે તેને અંતીમરૂપ આપી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે જે વાત ઉપર સંમતી છે તે ઉપર સમજુતી કરવા હું તૈયાર છું.મે આ અંગે નિર્ણય લેવાની જવાબદારી અમેરીકાના વાણીજયમંત્રી ઉપર છોડી છે. આ વાત અમેરીકા ભારત રણનીતિ ભાગીદારી મંચના બોર્ડ સભ્ય અને માસ્ટરકાર્ડના સીઇઓ અજય બંગાની સાથે વાતચીત માં કહી હતી. ગોયેલે કહ્યું કે વેપાર વાતચીત જટીલ સમજુતી હોય છે. અને કોઇપણ આ અંગે ગેરજવાબદાર નથી હોતા.તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે મારુ માનવું છે કે આ વેપાર સમજુતી આધારરૂપે કામ કરશે તથા અમારા સબંધને વધુ મજબુત કરશે. ભારતનું માનવું છે કે આ બન્ને દેશ માટે ફાયદાકારક છે.
