કેન્દ્રીય સુચના પ્રોદ્યોગિકી મંત્રીએ ફેસબુક ઈન્ડિયા પ્રબંધકના વલણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ
Live TV
-
ફેસબુક CEO માર્ક ઝુકરબર્ગને લખેલા પત્રમાં વિવિધ વિચારોના સારા પ્રતિનિધિત્વ માટે દેશ સંબંધિત વિશેષ દિશા નિર્દેશ બનાવવા કહ્યું.
સુચના પ્રોદ્યોગીકી મંત્રી રવીશંકર પ્રસાદે ફેસબુક ઇન્ડીયા પ્રબંધનના વલણ અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યાં છે. ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગને લખેલા પત્રમાં કેન્દ્રીય મંત્રીએ ફેસબુકને કહ્યું છે કે તે વિવિધ વિચારો ના સારા પ્રતિનિધીત્વ માટે દેશ, સમુદાયના દિશા નિર્દેશ બનાવે. કેન્દ્રીય મંત્રીએ તેમના પત્રમાં 2019 સામાન્ય ચુટણીમાં ફેસબુકના વલણ ઉપર ગંભીર ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે આંતર રાષ્ટ્રીય મિડિયા સાથે ફેસબુક કર્મચારીના એક સમુહની સાઠગાઠથી સ્વાર્થી તત્વો નિર્દેશની લોકતાંત્રીક પ્રક્રિયા ને નુકશાન કરવાની કોશીશ કરી છે. તેમણે કહ્યું કે એવા ઉદાહરણ છે કે જ્યારે સામાજીક વ્યવસ્થાને નષ્ટ કરવાના એક માત્ર ઉદેશથી અરાજક કટ્ટરપંથી તત્વોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. તેમણે તથ્યોની વાસ્તવિકતાની તપાસનું કામ પુષ્ટી વગર અને અવિશ્વશનીય એજન્સીઓને આપવા નું વલણ સમાપ્ત કરવા ની જરૂરીયાત ઉપર ભાર મૂક્યો હતો.