અયોધ્યાઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં 15 લોકો બનશે મહોત્સવના યજમાન
Live TV
-
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા માટે આજે ન્યૂનતમ વિધિ અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા માટે આજે ન્યૂનતમ વિધિ અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સવારે 10 વાગ્યાથી 'મંગલ ધ્વની' નું ભવ્ય વાદન થશે.
વિવિધ રાજ્યોમાંથી 50 થી વધુ મનમોહક સંગીતનાં સાધનો 2 કાલક સુધી આ શુભ ઘટનાના સાક્ષિ બનશે. શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધી આજે બપોરે 12 કલાકેને 20 મીનીટથી શરૂ થશે, આ કાર્યક્રમ પોષ માસની દ્વાદશી તિથિ અને અભિજીત મુહૂર્તમાં ઇન્દ્રયોગ, મૃગસિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવવંશમાં થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થીતીમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. કાશીના ડોમરાજા સહિત 15 લોકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન હશે.
