Skip to main content
Settings Settings for Dark

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો

Live TV

X
  • અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો

    અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક વિધિ સાથે કળશ સ્થાપિત કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્ય સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થયું અને શિખર પર કળશની સ્થાપના સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણ થઈ.

    આ પ્રસંગે અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો અને સ્થાનિક લોકોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, આ કાર્ય વૈશાખીના શુભ અવસર અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પર પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે મંદિરના મુખ્ય શિખર પર ધ્વજસ્તંભ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થશે. મંદિરનું બાંધકામ ચાલુ છે. હવે મંદિર પરિસરમાંથી બાંધકામ મશીનો દૂર કરવામાં આવશે. પહેલા માળે રાજા રામ, પરકોટા અને સપ્તર્ષિઓના મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પણ પ્રતીક છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ દેશવાસીઓની શ્રદ્ધા અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે. આનાથી વિશ્વ મંચ પર ભારતની શાશ્વત સંસ્કૃતિ વધુ મજબૂત થશે.

    સીએમ યોગીએ ટ્રસ્ટ અને બાંધકામ કાર્યમાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી અને તેને 'નવા ભારત' તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. રાજ્ય સરકાર અયોધ્યાને વિશ્વ કક્ષાનું તીર્થસ્થળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. રોડ, રેલ અને હવાઈ જોડાણની સાથે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply