Skip to main content
Settings Settings for Dark

વક્ફ બિલના વિરોધમાં બંગાળમાં હિંસા યથાવત્, SIT તપાસ માટે SCમાં અરજી

Live TV

X
  • ભાજપ નેતા સુકાંત મજુમદારે માલદામાં સ્થળાંતરીત હિન્દુ પરિવારોની લીધી મુલાકાત... પરિવારોને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી.

    પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસાઓ ફાટી નીકળી છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રિય બળો તૈનાત કરવામાં આવ્યા છે... રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં થઈ રહેલી હિંસાને પગલે વકિલ સશાંક શેખર ઝાએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે...અરજીમાં રાજ્યમાં ચાલી રહેલી સાંપ્રદાયિક અને રાજકીય હિંસાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસ ટીમની રચના કરવા માટે નિર્દેશ આપવાની માગ કરી છે....અરજીકર્તાએ અરજીમાં રાજ્ય સરકાર અને કેન્દ્રિય સરકારને પ્રતિવાદી બનાવ્યા છે..

     ભાજપ નેતા સુકાંત મજુમદારે રાજ્યપાલને ચિઠ્ઠી લખી

    આ વચ્ચે ચિંતાની વાત એ છે કે, મુર્શિદાબાદથી અનેક હિન્દુ પરિવાર માલદા સ્થળાંતર કરી ચુક્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સુકાંત મજુમદાર સતત આ વિષય પર ધ્યાન ખેંચી રહ્યાં છે. સોમવારે તેઓએ માલદા-પરલાલપુર હાઇસ્કૂલમાં બનાવેલા કેમ્પમાં પીડિતો સાથે મુલાકાત કરી અને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી. સાથે તેઓએ કેન્દ્ર સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ અને ખુબ જ ખરાબ છે. સુકાંત મજુમદારે રાજ્યપાલને ચિઠ્ઠી લખી હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા અપીલ કરી છે. તેમણે પીડિતો સાથેની મુલાકાતનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. સાથે હિન્દુ પરિવારોને ધર્માંતરણ કરવા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું અને મુર્શિદાબાદમાં હિન્દુ મહિલાઓ સાથે સતત દુરવ્યવહાર થઈ રહ્યો હોવા છતાં સરકાર મુખદર્શક બની જોઇ રહી હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply