અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પ્રધાનમંત્રીનુ રાષ્ટ્રજોગ સંબોધન
Live TV
-
નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 6 કલાકે દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, દિવસભર પંજાબમાં હતો. મારું મન તમારી સાથે સંવાદ કરવા ઈચ્છતું હતું. PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, સુપ્રીમ કોર્ટે એવા મામલે ફેંસલો આપ્યો છે જેનો ઘણા વર્ષોનો ઇતિહાસ છે. દાયકાઓ સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયાનું સમાપન થયું છે. ભારતનું લોકતંત્ર કેટલું જીવંત અને મજબૂત છે તે આજે વિશ્વએ જાણ્યું.ભારતના ન્યાય તંત્રના ઈતિહાસમાં આ દિવસ સુર્વણ અક્ષરે લખાશે. આજે કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સંયુક્ત સહયોગ છે. આજે અયોધ્યા પર ફેંસલાની સાથે 9 નવેમ્બરની તારીખ આગળ વધવાની શીખ આપી રહી છે.
