Skip to main content
Settings Settings for Dark

અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો, જામીન પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી

Live TV

X
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ જેલમાં રહેવું પડશે. દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીન પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય નથી. તેમને  તમામ દસ્તાવેજો જોયા હોવા જોઈએ.

    હાઈકોર્ટે કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 45ની બે શરતોનું પાલન કર્યું નથી. ટ્રાયલ કોર્ટે EDને તેની દલીલો રજૂ કરવા માટે પૂરતી તક આપવી જોઈએ. ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા ન હતા. હાઈકોર્ટે જણાવ્યું કે, કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. આવી સ્થિતિમાં વ્યક્તિગત સ્વતંત્રતા માટે તે આદેશ ટાંકી શકાય નહીં.

    હાઈકોર્ટે 21મી જૂને નિર્ણય અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટનો સમગ્ર આદેશ ખોટો હતો. EDના જણાવ્યા અનુસાર, ટ્રાયલ કોર્ટે EDની દલીલો અને પુરાવાઓ પર કોઈ ધ્યાન આપ્યું ન હતું અને ન તો કાયદા મુજબ પોતાનો ચુકાદો આપ્યો હતો.

    ઇડીએ કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેને જામીનનો વિરોધ કરવાની પૂરતી તક ન આપીને મની લોન્ડરિંગ એક્ટની કલમ 45ની શરતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. 24 જૂને સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના જામીનના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકવાના હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી 26 જૂન સુધી ટાળી દીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply