Skip to main content
Settings Settings for Dark

જામીન પર રોક સામે કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ પહેલા સોમવારે જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના આદેશની રાહ જોવા ઈચ્છે છે. હાઈકોર્ટે મંગળવારે કેજરીવાલને નિયમિત જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો.

    મંગળવારે દિલ્હી હાઈકોર્ટે લિકર પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.  કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23મી જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર સોમવારે (24 જૂન) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી એ પહેલાં કોઈ આદેશ આપવો યોગ્ય નથી. થોડી રાહ જોવી પડશે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે હાઇકોર્ટ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવો અસામાન્ય વાત છે. સામાન્ય રીતે સ્ટે પિટિશનમાં નિર્ણય એ જ સમયે સંભળાવવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સુનાવણી 26 જૂન સુધી ટાળી હતી. ગઈકાલે CBIએ અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ કરી હતી. CBIએએ તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી પણ લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply