અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ દિલ્હીના CM તરીકે શપથ લેશે
Live TV
-
વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલની નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે 70 સદસ્યો ધરાવતી દિલ્હીની વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી છે. તો ભાજપે 8 બેઠકો પર જીત મેળવી છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ સ્થાન પર પાર્ટીના નવા ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.
