આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી (વાઈ) દિવસ: આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિશેની જાણી-અજાણી વાતો
Live TV
-
આજે છે 14 ફેબ્રુઆરી. આજના દિવસને આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષનું થીમ છે "Shape Our Future".
એપીલેપ્સી એ માનવ શરીરના મગજ સાથે સંકળાયેલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, આ રોગમાં વ્યકતિને વારંવાર તેના હુમલા આવે છે; એપીલેપ્સીમાં વ્યક્તિનું મગજ આંચકી જેવી સ્થિતિમાં આવી જાય છે અને વ્યક્તિ થોડી જ વારમાં બેભાન થઈ જાય છે. આ રોગ માઈગ્રેઈન્સ, સ્ટ્રોક અને અલ્ઝાઈમર પછી એપીલેપ્સી ચોથા સૌથી સામાન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પર છે.
એપીલેપ્સી કોઈપણ ઉંમરના વ્યકિતિને અસર કરી શકે છે. પરંતુ, આ રોગના લક્ષણો જુદી જુદી ઉંમરે અલગ અલગ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કેટલાક આંકડા પ્રદર્શિત થાય છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં 50 લાખથી વધુ લોકો એપિલેપ્સીનો શિકાર છે. જ્યારે ભારતમાં લગભગ 10 લાખ લોકો એપિલેપ્સીની અસર હેઠળ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગભગ 80 ટકા લોકો વિકાસશીલ દેશોના છે.
જો અચાનક શરીર ધ્રૂજવા લાગે. હાથ-પગમાં ધ્રૂજારી પછી તે બેકાબૂ બની જાય અને જો શરીરમાં કંપન આવે છે, તો તે એપીલેપ્સીનું લક્ષણ છે. બેભાન અવસ્થામાં હોવું, હાથ અને પગમાં અચાનક ખેંચ આવવી પણ એપીલેપ્સીનું લક્ષણ છે. જ્યારે હાથ અને પગના સ્નાયુઓ જકડાઈ જવા જેવા લક્ષણો પણ આવા દર્દીઓમાં જોવા મળે છે.
એપીલેપ્સીના કારણો
એપીલેપ્સીના દર્દીઓ માટે કેટલાક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જેના કારણે એપિલેપ્સી થવાની શક્યતા વધુ હોય છે
- જો કોઈ વ્યક્તિને મગજમાં ઈજા થઈ હોય, તો પછી એપીલેપ્સી થવાની શક્યતા રહે છે.
- જો કોઈ મહિલાને ડિલિવરી સમયે કોઈ ઈજા થાય છે, તો આવી સ્થિતિમાં એપીલેપ્સી પણ આવવા લાગે છે.
- વ્યક્તિના મગજમાં ઈન્ફેક્શન હોય તો પણ એપીલેપ્સી થાય છે.
- જે લોકોને સ્ટ્રોક અને બ્રેઈન ટ્યુમરની સમસ્યા હોય તેઓ પણ એપીલેપ્સીની ફરિયાદ કરી શકે છે.
- કોઈ કારણસર વ્યક્તિને માથામાં ઈજા થાય અથવા અકસ્માત થાય, તો પછી એપીલેપ્સીના હુમલા શરૂ થઈ જાય છે.
- જો કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં જ તાવ કે ક્ષય રોગથી પીડાતી હોય, તો તે પણ એપીલેપ્સીનો શિકાર બની શકે છે.
આયુર્વેદમાં અશ્વગંધા, શતાવર, ગિલોય અને સફેદ મુસલી એપીલેપ્સીની સારવારમાં ખૂબ જ અસરકારક આયુર્વેદિક હર્બલ દવાઓ છે. જેનું સેવન આયુર્વેદિક વૈદ્યની સલાહ પર કરી શકો છો. આ દવાઓ એપીલેપ્સીના હુમલાથી બચાવશે અને મગજના વિકારને દૂર કરવામાં મદદ કરશે. આહારમાં બદામ અને અખરોટનો સમાવેશ કરી શકાય. મગજ માટે સારો આહાર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.