Skip to main content
Settings Settings for Dark

આંધ્રપ્રદેશઃ ગોદાવરી નદીમાં બોટ ડૂબવાથી 7ના મોત, બચાવકાર્ય હજુ પણ ચાલુ 

Live TV

X
  • આંધ્રપ્રદેશના પૂર્વમાં ગોદાવરી જિલ્લામાં નદીમાં નાવ ડૂબવાની ઘટનામાં 7 લોકોના મોત થયા છે. 62 પ્રવાસીઓથી ભરેલી બોટ ગોદાવરી નદીમાં પલટાઈ ગઈ હતી, જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી.

    આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે, તો 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નદીમાં શોધખોળ  કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ જિલ્લાના તમામ મંત્રીઓ સાથે હાજર રહી બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત તેમણે વિસ્તારમાં બોટ સેવા તાત્કાલિક ધોરણ માટે બંધ કરાવી હતી. 

    આ દુર્ઘટના ગોદાવરી જિલ્લાના દેવીપાટનમ મંડળના કાચુલુરુ ગામ પાસે થઈ હતી. બોટમાં 62 લોકો સવાર હતા, જેમાંથી 11 લોકો બોટ પર કામ કરનાર લોકો સવાર હતા. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે.  પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પરિવારજનોને સાંત્વના આપતું ટ્વિટ કર્યું હતું, તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply