મહારાષ્ટ્રઃ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 2 નકલીઓ ઠાર મરાયાં
Live TV
-
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં રવિવારે સવારે નકસલીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 2 માઓવાદીઓ માર્યા ગયા હતા.
ગઢચિરોલીથી લગભગ 170 કિમી દૂર નરકસા વન વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. તે સમયે મહારાષ્ટ્ર પોલીસની નકસલ વિરોધી ટીમ સી-60 ના કમાન્ડો આ વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા. માહિતી મળતા સુરક્ષાકર્મીઓ વન વિસ્તારમાં ગયા હતા અને નકસલ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. આ દરમ્યાન બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
જો કે માર્યા ગયેલા માઓવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. માર્યા ગયેલા માઓવાદીઓ પાસેથી સ્વચાલિત રાઈફલો મળી છે. ઘટનાસ્થળથી મોટી સંખ્યામાં રોજબરોજની ચીજવસ્તુઓ પણ ટીમે જપ્ત કરી હતી.
