આઇપીએલના સટ્ટામાં અભિનેતા અરબાઝ ખાનું નામ આવ્યું બહાર
Live TV
-
થાણે ક્રાઇમ બ્રાંચે પુછપરછ ધરી હાથ.
આઈપીએલ સટ્ટેબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ આવ્યું છે. પછી તેણે થાણે ક્રાઇમ બ્રાંચ ઓફિસમાં પૂછપરછ માટે લઇ જવામાં આવ્યાં હતો. જ્યાં તેણે પોતાના પર લાગેલા આરોપ સ્વીકારી લીધો છે. તેણે કહ્યું છે કે હું છ વર્ષથી હું આઈપીએલમાં સટ્ટો રમતો હતો.
છેલ્લા 6 વર્ષોથી આઈપીએલમાં સટ્ટો રમી રહ્યો છે. ગત વર્ષના આઈપીએલમાં 2 કરોડ 75 લાખનો સટ્ટો રમ્યો અને હાર્યો હતો પરંતુ તે પછી ઘણી મેચોમાં સોનુ જાલાન સાથે જીત્યો પણ હતો.
તેણે પૂછપરછ દરમિયાન કહ્યું કે લગ્નમાં તિરાડ પડવાને કારણે તે ઘણો ડિપ્રેશનમાં પણ હતો અને આર્થિક રીતે તે સ્થિર ન હતો. તેણે કહ્યું કે હું શોખ માટે બેટિંગ કરતો હતો. જેના કારણે પરિવારજનો પાસેથી પણ ઘણું સાંભળવું પડ્યું હતું. તેમને કહ્યું કે તેમની એક્સ વાઇફ અને પિતા પણ તેમને બેટિંગ કરતાં રોકતાં હતાં.
અરબાઝ પોતાના ભાઈ સલમાન ખાનના બોડીગાર્ડ શેરા સાથે લગભગ 11 કલાકે ત્યાં પહોંચ્યો હતો. નોંધનીય છે કે પોલીસને શંકા હતી કે અરબાઝ ખાન સહિત કેટલીક બોલિવૂડ સેલિબ્રિટી આઈપીએલ ક્રિકેટ સટ્ટામાં શામેલ છે. થાણે એન્ટી એક્સટોર્શન સેલે અરબાઝ ખાનને શનીવાર સુધીમાં હાજર થવા અને પોતાનું નિવેદન નોંધાવવા માટે સમન્સ મોકલ્યું હતું. પોલીસને એ પણ શંકા હતી કે આઈપીએલમાં અરબાઝ ખાને સોનુ જાલાનના સટ્ટામાં મોટા પ્રમાણમાં પૈસા લગાવ્યા હતા.
