પાકિસ્તાને પરગવાલ સેક્ટરમાં કર્યું સંઘર્ષવિરામનું ઉલ્લંઘન
Live TV
-
પાકના ફાયરિંગમાં BSFના બે જવાન શહીદ થયા
પાકિસ્તાન વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છે. આજે વહેલી સવારે પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના પરગવાલ સેક્ટરમાં ગોળીબાર કરતાં BSFના બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત બન્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા DGMO સ્તરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને વર્ષ 2003ના સંઘર્ષ વિરામ સમજૂતીનું પાલન કરવા સહમતી દર્શાવી હતી. પાંચ દિવસ પહેલા કરેલી વાતનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરતાં તેની દાનત સ્પષ્ટ થાય છે. ભારતીય સેનાએ આ હુમલાનો વળતો જવાબ આપવાનું શરૂ કર્યુ છે. બીજી બાજુ આ વિસ્તારના કેટલાંક ગામોમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરાયું છે. જેથી તેમને ગોળીબારીના નુકસાનથી બચાવી શકાય.
