Skip to main content
Settings Settings for Dark

આગામી જુલાઈ સુધીમાં ભારતને કોરોના વૈક્સિનના 51 કરોડથી વધુ ડોઝ થશે ઉપલબ્ધ

Live TV

X
  • રસીની વધતી માંગને પૂરી કરવા માટે રસીના ઉત્પાદનમાં તેજી લાવવામાં આવી, જુલાઇ માસના અંત સુધીમાં રસીના 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

    ગઈકાલે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે રસીકરણ અભિયાનની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. ચર્ચા દરમ્યાન સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે, રસીની વધતી માંગને પૂરી કરવા માટે રસીના ઉત્પાદનમાં તેજી લાવવામાં આવી રહી છે. ઉત્પાદનના સાથે જ રસીને જરૂરિયાતના આધારે રાજ્યો તેમજ કેંદ્ર શાસિત પ્રદેશોને ફાળવવામાં આવી રહી છે. જુલાઇ માસના અંત સુધીમાં રસીના 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. ત્યારે તાજેતરમાં જ સ્પુતનિક રસીને પણ મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ ઓગસ્ટ- ડિસેમ્બરના સમયગાળામાં ઝાયડસ કેડિલાની નવી રસી, સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની નોવા વેક્સિન, ભારત બાયોટેકની નાકમાં આપવાની રસી, જીનોવા MRNA ને મંજૂરી મળવાથી દેશમાં રસીનુ ઉત્પાદન 216 કરોડ ડોઝ સુધી પહોંચી જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply